મહિલા વિદ્યાસહાયકોને હવે કેન્દ્રનાં ધોરણે પ્રસૂતિની રજા અપાશે
પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા વિદ્યાસહાયકોને કેન્દ્ર સરકારના ધોરણે પ્રસૂતિની રજા આપવાનો તાજેતરમાં નિર્ણય લેવાયો છે. સ્ત્રી વિદ્યાસહાયકોને અગાઉના ઠરાવ મુજબ ૧૩૫ દિવસની રજાનો લાભ મળતો હતો, પરંતુ કેન્દ્રના ધોરણે ૧૮૦ દિવસનો લાભ આપવાની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વારંવાર માગણી કરાઈ હતી. આ માગણીને ધ્યાને લઈને ૨ ડિસેમ્બરથી આ લાભ આપવાનો ઠરાવ કરાયો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માગણી સ્વીકારવા બદલ સંઘના પ્રમુખ ચંદુલાલ જોશી અને મહામંત્રી બળદેવભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. સંઘના મીડિયા કન્વિનર દિનેશ શાહે જણાવ્યું કે, ૧-૧૦-૨૦૧૪ના રોજ કે તે પછી જે મહિલા વિદ્યાસહાયકો પ્રસુતિની રજા પર હોય અથવા બિનપગારી રજા પર હોય તેઓને પણ આ લાભ મળશે.
No comments:
Post a Comment