Wednesday, 1 June 2016

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૬-૧૭ના આયોજન માટે માર્ગદર્શક સૂચનાઓ (૧) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર માટે તા.8;9;10 જૂન-૨૦૧૬ અને શહેરી વિસ્તાર માટે તા.૧૬,૧૭, ૧૮, જૂન-૨૦૧૬ નક્કી થયેલ છે. (૨) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ તથા અખિલ ભારતીય સેવાના અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો/યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે. (3) રાજ્યના શિક્ષણને લગતી યોજનાઓને લગતી માહિતી - સાહિત્ય તૈયાર કરી જિલ્લાને આપવામાં આવશે. (૪) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટ ફાળવી આપેલ છે. (પ) રાજ્ય કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરીંગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. (૬) આ કાર્યક્રમ ૩ દિવસનો રહેશે, દરેકે દરેક ગામ આવરી લેવાના રહેશે. દરરોજ એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળાની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય કક્ષાએથી આવતાં અધિકારીશ્રી/પદાધિકારીશ્રી, ધારા સભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓને રોજની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળાની ફાળવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાને રાખી શાળા ફાળવવાની રહેશે.કક્ષાએથી સુનિશ્ચિત થયેલ તાલુકાઓની જ શાળાઓ ફાળવવી. -આ શાળાઓનો ધો.-૮ થી ૯ નો ડ્રોપ આઉટ રેશિયો ર૦ કરતાં વધુ ઉંચો હોવો જોઇએ. ડ્રોપ આઉટ રેશિયો પ કરતાં વધુ ઉંચો હોવો જોઇએ. ગુણોત્સવ કે માં 'સી' અથવા “ડી ગ્રેડની હોવી જોઇએ. (૭) પ્રાથમિક શાળાઓમાં ધો.૧ માટે તેમજ સરકારી માધ્યમિક શાળાઓ / આરએમએસએ શાળાઓ/ગ્રાંટ ઇન એઇડ માધ્યમિક શાળાઓમાં ધો.૮ ના વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ યોજવાનો રહેશે. -પ્રવેશોત્સવ તેમજ શૈક્ષણીક મૂલ્યાંકનના કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. (૮) જિલ્લાંની/મ્યુનિસિપલ વિસ્તારની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી. (૯) ઓછા નામાંકન અને ઓછા સ્થાયીકરણ, વધારે ગેરહાજરી ધરાવતા વિસ્તારો તથા વર્ગ વિશેષ જાતિઓ સુનિશ્ચિત કરવી તથા તે અંગેની સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષ દરમ્યાન અસરકારક આયોજન ઘડવું. (૧૦) જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા અધિકારી / કર્મચારીઓ ભાગ લેશે તેની યાદી તૈયાર કરવી તથા મુલાકાત લેનાર અધિકારીશ્રીઓને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી. (૧૧) કાર્યક્રમને લગતી કીટ્સ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીઓ/અધિકારીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલા કરવાનું રહેશે. - (૧૨) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા. (૧૩ )કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરીને, તેમના મોબાઇલ નંબર સહિત સંપર્ક થઇ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને તેની જાણ કરવી. (૧૪) કાર્યક્રમ દરમ્યાન થયેલ નામાંકન તથા મળેલ દાન/લોકસહયોગ અંગેની માહિતી નિયત નમૂનામાં ત્વરિત પૂરી પાડવી. (૧૫) રાજ્યમાં સાક્ષરતા દરની સૌથી ઓછી સરેરાશ ધરાવતા ગામ, તાલુકા અને જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે તથા તેમાં પણ સૌથી ઓછા સ્ત્રી સાક્ષરતા દર અને પુરૂષ સાક્ષરતા દરને ધ્યાનમાં રાખી તે વિસ્તારની શાળાઓમાં સાક્ષરતા દરને ઉત્તેજન મળે તે માટે રાજ્યના મહાનુભાવો માન.મંત્રીશ્રીઓ, બોર્ડ/નિગમના અધ્યક્ષશ્રીઓ, માન.સંસદસભ્યશ્રીઓ તથા માન.ધારાસભ્યશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે મુજબનું આયોજન કરવાનું રહેશે. (૧૬) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાને લઇ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે. (૧૭) પ્રવેશોત્સવનું સ્થળ પ્રાથમિક શાળાના કેમ્પસમાં રાખવાનું છે જ્યાં આંગણવાડી અને પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ કરવાનો રહેશે.ધો.૯માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ માધ્યમિક શાળામાં કરવાનો રહેશે. (૧૮) ધો.૮ પછી ધો. ૯માં પ્રવેશ પામવા કેટલા વિદ્યાર્થીઓએ ધો.૯માં પ્રવેશ મેળવ્યો અને કેટલા વિદ્યાર્થીઓએ આઇ.ટી.આઇ. માં પ્રવેશ મેળવ્યો અથવા છોડી દીધો તે માહિતી મેળવવી. (૧૯) સીઆરસી હેઠળ આવતી શાળાઓમાં જે બાળકોએ ધો.૮ પાસ કરેલ અને ધો.૯માં પ્રવેશ મેળવેલ છે કે કેમ અથવા ડ્રોપ આઉટ થયેલ છે, અથવા ધો.૯માં કઇ શાળામાં પ્રવેશ મેળવેલ છે તેની વિગતો તૈયાર કરવાની જવાબદારી જે તે સીઆરસીની રહેશે. (૨૦) શાળા પ્રવેશોત્સવ-૨૦૧૬ માં જોડાનાર મહાનુભાવોમાં માન. મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રી. બોર્ડ નિગમના અધ્યક્ષશ્રી, આઇ.એ.એસ. અધિકારીશ્રી, આઇ.પી.એસ. અધિકારીશ્રી, આઇ.એફ.એસ.અધિકારીશ્રી ઉપરાંત ર૬ સાંસદો તેમજ પોતાના વિસ્તારના ધારાસભ્ય, સંસદસભ્ય મેયર અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તેમના મત વિસ્તાર પૂરતી શાળા પ્રવેશોત્સવની કામગીરી સોંપવી જેના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીઓએ મીટીંગ બોલાવી બ્રિફ કરવાનું રહેશે. (૨૧) ગુણોત્સવ-૬ ના પરિણામ આધારિત જે તે શાળા 'સી'-'ડી’ ગ્રેડમાં આવેલ છે તેને 'એ' અને ‘બી’ ગ્રેડ સુધી પહોંચાડવાની જવાબદારી જે તે શિક્ષકની નક્કી કરવામાં આવશે. (૨૨) બાળકોને સુખડી સાથે કેળાં, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો આપી શકાય તે અંગે પણ કાર્યવાહી કરવી. (૨૩) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા. (૨૪) પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિમાં મનુષ્ય ગૌરવગાન અભિનય સાથે થાય જેમાં ગાવાવાળુ ગ્રુપ અલગ અને અભિનય કરવાવાળુ ગ્રુપ અલગ રાખી પ્રદર્શિત કરી શકાય તે મુજબ આયોજન કરવું (૨૫) યોગ પરિચય નિદર્શનમાં માત્ર દસ-પંદર બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવી કરાવું. બધાજ વિદ્યાર્થીઓને સામેલ ન કરવા. (૨૬) પદાધિકારીઓ/અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. (૨૭) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઇઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠયપુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે. તેમજ વિદ્યાલક્ષ્મી બોન્ડની કોપી જો મળવાપાત્ર હોય તો પણ સાથે રાખી તેને આપી શકાય. આ અંગેની જવાબદારી જે તે શાળાના શિક્ષકને સોંપવી. (૨૮) યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન બેટી બચાવો. પણી બચાવો, વૃક્ષારોપણ વિષય પર તા.૬ થી ૮ જૂન દરમ્યાન બાળકોને વકતવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વકતવ્ય રાખવું. (૨૯) ગુણોત્સવ- ના આધારે  શાળાનું રીપોર્ટ વિદ્યાર્થીઓની વિગતો શાળાઓને પુરી પાડવી અને તે મુજબ શાળાએ કામ કરવું. (૩૦) જે તે શાળામાં ખૂટતા વર્ગોની મંજૂરી મળેલ હોય તો તેની જાહેરાત કાર્યક્રમ દરમ્યાન કરવાની રહેશે. તે જ રીતે નવા વર્ગખંડોની આવશ્યકતા અંગે માંગણી ચકાસીને મંજૂરી બાબતે કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે. તદુપરાંત નવા વર્ગખંડ માટે જમીનની માંગણી થયેલ હોય તો તે બાબતે જમીન ઉપલબ્ધ હોય તો ફાળવણી કાર્યવાહી આ કાર્યક્રમ અગાઉ પૂર્ણ થાય તે જોવું (૩૧) પ્રવેશ પામતા બાળકોની આરોગ્ય ચકાસણી કરાવવી. (૩૨)પ્રવેશ સમયે પાત્રતા ધરાવતા બાળકોને વિદ્યાલક્ષ્મીબોન્ડ, શિષ્યવૃત્તિ મળે તેની કાળજી રાખવી. (૩૩) આરટીઇ હેઠળના વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો વગેરેના રૂ.૩૦૦૦/- સમયસર ચૂકવાય તેની કાળજી રાખવી. (૩૪) આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને જે શાળામાં પ્રવેશ આપેલ હોય તે ખાનગી પ્રાથમિક શાળાની મુલાકાત મહાનુભાવ દ્વારા લેવાય તે જોવું પ્રવેશોત્સવ વખતે શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેનીસૂચનાઓઃ (૧) દરેક શાળામાં ‘મનુષ્ય તું બડા મહાન હૈ - ગૌરવગાનથી કાર્યક્રમની શરૂઆત કરાવવી તથા એક દેશ ભક્તિગીતનું ગાન કરાવવું. (૨) શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત વાલીગણ દ્વારા ઉલ્લાસમય વાતાવરણ તૈયાર કરી શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત કરીને નીચેના ક્રમ પ્રમાણે પ્રવેશ આપવો. * સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવો. - * ત્યારબાદ ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોને uag, autotal, * જ્યાં માધ્યમિક શાળા હોય ત્યાં ધોરણ-૯ના auথমিল પ્રવેશ અપાવવો.. • શાળા છોડી ગયેલા ૬-૧૪ વય જૂથના  તમામ બાળકોને પુનઃપ્રવેશ કરાવવો. (શાળા છોડી ગયેલા તમામ બાળકોની યાદી શાળાના આચાર્ય તૈયાર કરશે) •ધો.૬ ન હોય તેવી શાળાના ધો..પ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો, ધો.૮ ન ધરાવતી શાળાના ધો.૭ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો. (૩) નામાંકન સાથે કુપોષિત બાળકો માટે નિવારક કાર્યવાહી હાથ ધરવાની રહેશે. (૪) એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું. (પ) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા હેતુસર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું. (૬) શાળામાં જે તે દિવસે બાળકોને વિનામૂલ્ય પાઠયપુસ્તકો, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃતિ, ગણવેશ, વિદ્યાદીપ વિમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કરવું. (૭) વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંગે વાલીઓને માહિતગાર કરવા તથા પાત્રતા ધરાવતી કન્યાઓને કાર્યક્રમ વખતે બોન્ડ આપવા. (૮) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવું (૯) ધો. ૩ થી ૮ માં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. (૧૦) દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી દાન/લોકફાળો મેળવવા પ્રયાસ કરવા તથા દાતાઓનું સન્માન કરવું. - (૧૧) શહિદોના નામકરણવાળી શાળામાં જે તે શહીદવીરને શ્રધ્ધાંજલી અને બાળકો દ્વારા વાર્તાલાપ (૧ર) જે શાળા ૧૦૦ વર્ષ કરતા જુની છે તે શાળામાં વિશિષ્ટ કાર્યક્રમ (૧૩)શાળામાં ભણેલા ગામમાં રહેતા વયોવૃધ્ધ વ્યક્તિઓનું સન્માન (૧૪) શાળામાં ભણેલા અને પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ યોગદાન આપેલ હોય તેવી વ્યકતિઓનું સન્માન (૧૫)શાળાના સ્થાપના, વિકાસની બાબતો, લોક સહયોગ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (નિવૃત્ત શિક્ષક,ડોકટર,એન્જીનીયર,ઉદ્યોગપતિ વગેરે)ની યાદી તૈયાર કરવી. (૧૬) જે જિલ્લામાં જાહેર સાહસની સંસ્થાઓ હોય તેમનો સહયોગ મેળવવો. (૧૭) જેવાકે IFFCo,ONGC.KRIBHco,NTPC.GSPC કોર્પોરેટ ક્ષેત્રની બેંક અને ડેરી સંસ્થાઓનો સહયોગ (૧૮)SMC ની અલગ બેઠક વ્યવસ્થા રાખવી અને SMc ના સભ્યોને ઓળખપત્ર આપી બીજી હરોળમાં સ્થાન આપવું. (૧૯)દરેક વક્તા જે શાળામાં જાય તે શાળાના ડ્રોપ-આઉટ રેટ વિશે ચર્ચા કરે (શાળાનો ડ્રોપ-આઉટ રેટ મુખ્ય શિક્ષક આપશે.) (૨૦)ગામના લોકોની સાક્ષરતા અંગે વકતવ્યમાં સમાવેશ કરવો અને સાક્ષરતા અભિયાન દ્વારા નિરક્ષર લોકોના શિક્ષણ અંગે જાગૃતી લાવવી. *સામાજીક/શૈક્ષણિક સંસ્થાઓની સહ-ભાગીદારી - સામાજીક/શૈક્ષણિક જૂથો/સંગઠનો - લોકહિતમાં કાર્ય કરતા મંડળો - યુનિવર્સિટીઓ અને ുടെ જૂથો *પ્રવેશોત્સવ દરમ્યાન -સવારે પ્રભાત ફેરી -દાતાઓ, સ્વચ્છીક સંસ્થાઓનો સંપર્ક કરીને દાન લોકફાળો મેળવવો-દાતાઓનું સન્માન -તમામ એસ.એમ.સી. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતી -શાળા બહારના બાળકોની માહિતીનું જાહેર વંચાણ -ગામના સા8ારતા દર અને વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ વિશે ચર્ચા * શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આયોજનની જવાબદારી • રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ આવરી લેવાની રહેશે. - • રાજ્ય કક્ષાનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થશે. • ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમનું આયોજન કલેક્ટરશ્રી દ્વારા થશે. • મહા નગરપાલિકાનું આયોજન મ્યુનિ.કમિશ્નરશ્રીના દ્વારા થશે. * કાર્યક્રમને લગતું સાહિત્ય, કીટ્સ વગેરેની વહેંચણી • પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓને કીટનું વિતરણ જિલ્લા કક્ષાએથી કરવાનું રહેશે. • પ્રવેશોત્સવના બ્રોસર અને પોસ્ટર રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે. • વિદ્યાલક્ષ્મી બોન્ડ અને શાળા પ્રવેશોત્સવની ગ્રાન્ટ રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવશે. • વિદ્યાલક્ષ્મી બોન્ડ મેળવવા પાત્ર ધો. ૧ માં પ્રવેશ મેળવેલ કન્યાને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવાનું રહેશે. * કાર્યક્રમની અન્ય બાબતો • રોજ બે શાળાની મુલાકાત. • ત્રણ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવો. * ધી.

No comments:

Post a Comment

સામાજિક વિજ્ઞાન ના ધોરણ ૬ થી ૮ ના તમામ અભ્યાસક્રમ આધારીત વીડિઓ social science all video std 6 to 8

*ધોરણ-7 સામાજિક વિજ્ઞાન સત્ર-પહેલું* એકમ 1 બે મહારાજ્યો https://youtu.be/LMtNgf5eoBI એકમ 2 પૃથ્વી ફરે છે https://youtu.be/1NWbUIIDREk...